Answer: : જો આપને હાઈપોથાઈરોડીઝમ હોય અને આપ તેની દવા લેતા હોવ અને રોગ કંટ્રોલમાં હોય તો આપને ઓસ્ટીઓપોરોસીસ થવાની સંભાવના નથી. પરંતુ જો લાંબા સમય સુધી હાઈપોથાઈરોડીઝમ રહે તો તે હાડકાને નબળા બનાવે છે.
Answer: :આપને નાની ઉમરથી ગાઉટ હોવાથી આપ આપના ડોક્ટરની સલાહથી જે રીતે કેલ્શિયમવાળો ખોરાક નહોતા ખાતા તેને કારણ કદાચ લાંબા સમયે ઓસ્ટીઓપોરોસીસની સંભાવના વધારે છે. પરંતુ જો તમારા ડાયટ ચાર્ટમાં જો કેલ્શિયમનું માત્રા ઓછી જણાતી હોય તો રોજ કેલ્શિયમની ગોળીઓ દિવસમાં બે વાર લઇ સારી કસરત તથા પ્રાણાયામ કરશો તો ભવિષ્યમાં હાડકાની બીમારી ન થાય. ૪૦ થી ૪૫ વર્ષ દરમ્યાન આપ ડેક્ઝા સ્કેન કરાવી શકો છો વધારે તકલીફ હોય તો પહેલા પણ ડેક્ઝા સ્કેન થઇ શકે,જેથી આપના હાડકાની મજબૂતાઈ જાણી શકાય . જરૂર પડે ડોક્ટરની સલાહ લઇ સારવાર કરી શકો છો.
Answer: :હા, આ કેશમાં તમને અને તમારી છોકરી બંનેએ ડેક્ઝા કરાવવો જરૂરી છે. આપના કેશમાં અસ્થમાની સારવાર માટે જો સ્ટીરોઈડની દવાઓ ૬ મહિનાથી વધારે આપવી પડી હોય તો આપણે વહેલી તકે ડેક્ઝા સ્કેન કરાવી લઇએ અને હાડકા પોચા થતા હોય તેમ જણાય તો તેની યોગ્ય સારવાર સમયસર કરી લાંબા સમય સારવાર ચાલુ રાખવાથી ભવિષ્યમાં થતા હાડકાના ફ્રેકચરને રોકી શકો છો.
Answer: હા, માનસિક તાણણે લીધે બ્લડની અંદર એમ્ડોલફીન તત્વ વધે અને તેને લીધે કેલ્શિયમ ઘટવાની શક્યતા ખુબ વધે માટે માનસિક તાણવાળાએ કેલ્શિયમની દવા ખાવી ખાસ જરૂરી છે.
Answer: હા, એક સામટું ૫ કિલોથી વધારે ઉતારવામાં આવે અને કેલ્શિયમનો પુરતો ખોરાક ન લઈએ તો હાડકા પોચા થઇ શકે છે.
Answer: ના, પરંતુ વધારે પડતી કેલ્શિયમની ગોળીઓ ( ૧૫૦૦mg થી વધારે ) દીવસમાં ત્રણથી ચાર ગોળીઓ લેવાથી પથરી
થઇ શકે છે.
Answer: : હા ,વિટામીન D શરીરમાં કેલ્શિયમના સ્ત્રોત માટે ખુબજ જરૂરી છે. તે શરીર ની રોગપ્રગતિ કારક શક્તિ પણ વધારે છે.
Answer: : ના , લેક્ટોજ ઇન ટોલરન્સ હોય તો આમ થઇ શકે છે. બાકી ધોની ૫ થી ૬ લીટર દૂધ પીવે છે. હા વધારે ચરબીવાળું દૂધ લેવાથી શરીર વધી શકે છે માટે ગાય નું દૂધ સારું
Answer: ના, તેમનામાં કેલ્શિયમ ઓછું હોય છે.
Answer: તમને ફ્રેકચર થવાની સંભાવના વધારે થઇ શકે . હા, પરંતુ જો રીપોર્ટ અલ્ટ્રાસાઉન્ડ ટેકનીક થી કરાયો હોય તો ફરીથી DXA ટેસ્ટ કરવો યોગ્ય છે. અને જરૂર પડે કેલ્શિયમ ઉપરાંત અન્ય અઠવાડિયાની , મહિનાની ૧ ગોળી કે ઇન્જેક્શન લેવું જરૂરી છે. આના અન્ય કારણો શોધશે ખરા.
Answer: હા, વા ને લીધે હાડકા પોચા થવાની સંભાવના વધારે છે. અને એમાં પણ સ્ટીયોરોઈડની દવા લીધી છે માટે હાડકા વધારે પોચા થઇ શકે છે. આપ DXA સ્કેન હાડકાની ઘનતા જાણી શકો છો. અને જો હાડકા નબળા હોય તો યોગ્ય સારવાર લેવી જરૂરી
Answer: હૃદયના ડોકટર ની સલાહ પ્રમાણે આપ યોગ્ય પ્રમાણમાં હળવી કસરત જેવી કે ચાલવું, સામાન્ય યોગાસન, પ્રાણાયામ કરી શકો છો.પરંતુ એવી એરોબિક કસરતો જેમાં હદયને નુકશાન થઇ શકે તેવી કસરતો ન કરાય.
Answer: : હા, કેલ્શિયમ દવાથી ઘણા કિસ્સામાં કબજિયાત થતી હોય છે. આવા સંજોગોમાં કેલ્શિયમ વધારે હોય તેવો ખોરાક પૂરતા પ્રમાણના લેવા જરૂરી છે. જુદા જુદા પ્રકારના કેલ્શિયમની દવામાં સોલ્ટ આવતા હોય .કેલ્શિયમ કાર્બોનેટ ,કેલ્શિયમ ફોસ્ફેટ , કેલ્શિયમ ,ગ્લુકોનેટ , નેચરલ કેલ્શિયમની દવાઓ વગેરે આપ જરૂર પડે તો ખુબ જ ઓછી માત્રામાં ( ૧૫૦ – ૨૦૦ mg કેલ્શિયમની ગોળી ) શરુ કરો. થોડા દિવસ રાહ જોવો ને જરૂર પડે તો થોડા ડોઝ વધારી શકો છો.
Answer: હા, જરૂરીથી વધારે દવાઓ હાર્ટ અને કિડનીની બીમારી કરેજ. માટે શક્ય હોય તો ખોરાકમાંથી કેલ્શિયમ મળે તે જોવું. અને ડોકટરની સલાહ પ્રમાણે તે કહે અને તેટલા સમય સુધી જ આ દવાઓ લેવી . હાર્ટ ના દર્દી કે કિડનીના દર્દીએ કેલ્શિયમની દવાઓ અમુક માત્રામાં લઇ શકાય.
Answer: ડાન્સ કરવો ખુબજ સારો. પણ એરોબિક ટાઈપનો ,ભાંગડા ડાન્સ ,કથક , ભારતનાટ્યમ જેવો ડાન્સ ખુબજ સારો . માત્ર હલવાનો ડાન્સ સારો નહિ.