Answer:
૧૦૦ ગ્રામ કેળામાં માત્ર ૧૭ mg કેલ્શિયમ મળે છે. ઘીમાં કેલ્શિયમ જરાય નથી.ના, જરાય નહિ. પ્રેગ્નેન્સીમાં સાસુ વહુને ઘીનો શીરો ખવડાવે છે. તે માટે આપે પુછયુ લાગે છે. ના , સાસુને પણ એટલીજ સમજ આપવાની જરૂર છે. કે ઘી ચરબી વધારે છે. તેમાં કેલ્શીયમ નથી.માટે ઘીને બદલે દુધનો પાવડર ખોરાકમાં નાખવો જરૂરી છે. જેમાં વધારે કેલ્શિયમ છે.
Answer : જે દૂધમાં દહીં બનાવ્યું હોય એ દુધમાં જેટલું કેલ્શિયમ હોય તેટલુ કેલ્શિયમ માટે ૫૦૦ ગ્રામ બનાવેલ દહીં જેટલું હોય તેટલું જ દહીં ,છાસમાં હોય માટે તેમાં કેલ્શિયમ જરાય ઘટતું નથી.
Answer : સાલમોન ફીશમાં કેલ્શિયમ વધારે હોય છે. અને ક્રેબમાં અને અન્ય મટન વગેરેમાં ઓછું હોય છે.
Answer : હા , મેથીમાં કેલ્શિયમ ૪૮૦ હોય છે. ૧૦૦ ગ્રામ મેથી તમે એકલા ખાવ તો તમને ૨૫૦ ગ્રામ કેલ્શિયમ મળે.
Answer : નાં, ૧૦૦ ગ્રામ ઈંડામાં ૬૦ મી.ગ્રામ કેલ્શિયમ મળે છે. તેમાં પ્રોટીન વધારે છે.
Answer : પ્રશ્ન વ્યાજબી છે આપ ખુબ સજાગ છો .આપના જમાના પ્રમાણે છોકરાઓને બહારની ખાવાની ટેવ પડી ગઈ છે, તે વાત સાચી છે. પરંતુ આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શક્ય હોય તો આપ ઘરે બાજરીના રોટલા ઉપર સરસ મજાનું ચીજ લગાડી તેમાં સારા વેજીટેબલ નાખી તેના ટુકડા કરી કાપશો . તો મને ખાતરી છે કે તમારા બાળકોને આ નવી રેસીપી ગમશે. તેવી જ રીતે પાણી પૂરી માટે ઘઉં ,મકાઈ ના લોટની પૂરી બનાવી તેમાં મગ – ચણા અને વટાણા નાખી થોડી ચટપટી ચટણી અને તુલસી અને ફુદીના ના પાનમાંથી બનાવેલ પાણી ખવડાવવું. છતાય જો ના માને તો ખાસ આરગીમેન્ટ ન કરતા તેને હાડકાની મજબૂતી શા માટે જરૂરી છે. કેલ્શિયમ ડીપોઝીટ શા માટે જરૂરી છે. તેની સમજ આપવી અથવા જુદા જુદા આર્ટીકલ મળે છે. તે તેમને વાચવા આપવા. જેમાં કેલ્શિયમ વિશેની માહિતી હોય છે.
Answer : જો આપના હાડકા પોચા છે. અને દાંત તૂટી ગયા છે. તો અત્યારથી સજાગ થઇ જવા અને કેલ્શિયમવાળો ખોરાક અવશ્ય લેવા. જેથી ૧૫૦૦ મીલીગ્રામ કેલ્શિયમ મળે. જરૂર જણાય તો વિટામીન D અને કેલ્શિયમની ગોળીઓ હમેશા ખાવી જરૂરી છે. એક – બે મહિનાની આખી જીંદગી લેવી જરૂરી છે. જેમ જેમ ઉમર વધે તેમ પાચન પાચન શક્તિ નબળી પડે.ખોરાકમાં પુરતું કેલ્શિયમ હોવા છતાં પણ આતરડા ધ્વારા કેલ્શિયમ શોષાતું ન હોય તેવા સંજોગોમાં હાડકાની ઘનતા ટેસ્ટ કરાવવો અન્ય દવા ઉપયોગ કરવો એટલોજ જરૂરી છે.
Answer : દર મહીને માત્ર ૨ થી ૩ કિલો વજન ઘટે તો કઈ ફરક જણાય નહિ.૧૦ કિલો સુધી પરંતુ લાંબો સમય ભૂખ્યા રહીએ અને કેલ્શિયમ નો ખોરાક ઓછો લઈએ તો હાડકા નબળા પડે છે.
Answer : હા, ખુબજ સારી વાત છે. માટે કઠોળ થી હાડકા મજબુત થાય વજન ઘટે અને ચરબી ન હોવાને કારણે કોલેસ્ટ્રોલની બીમારી પણ ન થાય
Answer : હા, ક્યારેક બોડી વધારવા માટે કેટલાક છોકરાઓ વધારે પડતું પ્રોટીન અને સ્ટીરોઈડની દવા લેતા હોય છે. ક્યારેક એનાથી કીડની અને હાડકા બંનેમાં નુકશાન થતું હોય છે.
Answer : : હા, ઘણા લીલા શાકભાજી છે. જેમાં આયર્ન મળેછે. લીલા શાકભાજી બીટ,રીંગણ, ગાજર,પાલક,મેથીની ભાજી વગેરે.
Answer : : દૂધ ન ભાવે તો દહીં ,છાસ લેવાય અને તે પણ ન ફાવે તો કેલ્શિયમવાળી ઘણી વસ્તુઓ મળે છે. તેમાંથી જેવી કે મેથીની ભાજી , બીટ , ફુલેવર ,કઠોળ ,સોયાબીન ,રાજમાં ,સીંગ, રાગી, વગેરે. આઈસ્ક્રીમ ભાવતો હોય તો તે પણ લેવાય લો સુગરવાળો .