Answer: બ્લડમાં કેલ્શિયમની માત્રા શરીરમાં રહેલ પેરાથાઇરોડ નામનો હોર્મોન લગભગ ૯ થી ૧૦ મી.ગ્રા. વચ્ચે જાળવી રાખે છે. જેવી રીતે ઇન્સ્યુલીન બ્લડમાં રહીને સુગરનું સંચાલન કરે છે. આપણા ઘરમાં એ.સી હોય જો આપને એ.સી નું ટેમ્પરેચર ૨૦ ડીગ્રી રાખેલ હોય તો રૂમનું ટેમ્પરેચર ૨૦ ડીગ્રીથી વધારે જાય અને તો કોમ્પ્રેસર ચાલુ થાય અને રૂમને ફરીથી ૨૦ ડીગ્રી દંડુ કરી ડે. જયારે રૂમનું ટેમ્પરેચર ૨૦ થી ઓછું થાય કે તરત જ કોમ્પ્રેસર બંધ થઇ જાય , આવું કામ પેરાથાઇરોડ ગ્રંથિનું છે જયારે ખુબ કસરત કરતા હોઈએ ત્યારે કેલ્શિયમની જરૂરિયાત વધારે હોય , ખોરાક ધ્વારા કેલ્શિયમ પૂરતા પ્રમાણે ન મળતો હોય તો હાડકામાંથી કેલ્શિયમ બ્લડની અંદર લઇ જવાનું કામ પેરાથાઇરોડ હોર્મોનના સૂચનથી થાય છે. એટલે કે પેરાથાઇરોડની ગ્રંથી જો બરાબર કામ કરતી હોય તો બ્લડમાં કેલ્શિયમની માત્રા બરાબર જળવાઈ રહેતી હોય છે. અને પેરાથાઇરોડ હોર્મોનની થાઈરોડની ગ્રંથીના પાછળના ભાગમાં એટલે કે ગળાના ભાગમાં આવેલ હોય છે. ખુબજ જુજ કેસોમાં પેરાથાઈરોડની ગ્રંથી કામ કરતી નથી તો બ્લડમાં કેલ્શિયમનો રીપોર્ટ જુદો આવે , માટે સામાન્ય રીતે બ્લડના કેલ્શિયમ રીપોર્ટને નોર્મલ ગણી હાડકાનું કેલ્શિયમ નોર્મલ છે તેવું ના કહેવાય . એટલે કે હાડકામાં કેલ્શિયમ ખુબ ઓછું હોય અને પેરાથાઈરોઈડની ગ્રંથી કામ કરતી હોય તો બ્લડમાં કેલ્શિયમ જળવાઈ રહે છે. એટલે કે ડેક્ઝા રીપોર્ટમાં હાડકા ખુબ પોચા આવે એટલે કે ટી સ્કોર -૨.૫ થી વધારે છતાં બ્લડનો કેલ્શિયમનો રીપોર્ટ નોર્મલ આવે માટે ડોકટરો અમુક જ કેશમાં કેલ્શિયમ ટેસ્ટ કરાવે છે. બ્લડમાં જો કેલ્શિયમ ઓછું હોય તો હોર્મોનની તકલીફ કે કિડનીની કે વિટામીન ડીની કે કેન્સરની બીમારી હોય શકે છે.
We appreciate your concern for donating something.
Please spread the knowledge of bone health to your friends and relatives .
We are working for prevention of fractures (osteoporotic Fractures)
Primary prevention is our main focus. Build your bones at young age and have a healthy fractures free bones for life time.