orthopedic osteoporosis and fracture related

Answer: દવાના રૂપમાં વધારે કેલ્શિયમ લેવું હાર્મફુલ છે કારણ કે વધારાનું કેલ્શિયમ કીડની ધ્વારા પેશાબ વાટે બહાર નીકળે છે તો ક્યારેક કીડની સ્ટોન થવાની શક્યતા ખરી. શક્ય હોય તો કેલ્શિયમથી ભરપુર ખોરાક લેવો સારો લાંબા સમયે કેલ્શિયમની વધારે ડોઝની દવાઓ ( ૧૫૦૦ mg થી વધારે ) લેવાથી પથરી કે હાર્ટની બીમારી થઇ શકે છે. શક્ય હોય તો દિવસમાં બે વખત કે ત્રણ વખત ટુકડે ટુકડે ૩૦૦ થી ૪૦૦ mg ની ગોળીઓ લેવી યોગ્ય છે. ડૉ. ની સલાહ પ્રમાણે જ ડોઝ નક્કી કરવો.

Answer: એક્ટીવ જીવનશૈલી , પ્રાણાયામ , સારો કેલ્શિયમવાળો ખોરાક , વિટામીન ડી તથા સારી કસરતોથી ઓસ્ટીઓપોરોસીસ ઓછો થતો હોય છે.
Answer: : હા કોફી કેલ્શિયમનું શોષણ ઘટાડે છે. દિવસમાં ત્રણ કપથી વધારે કોફી હાડકાને નબળા બનાવે છે.
Answer: :Family History ઉપરાંત ઓસ્ટીઓપોરોસીસ થવા માટે ઘણા બધા કારણો હોય, ડાયેટ સારો લેતા હોવ પરંતુ આપનું બંધારણ નાનું અને પાતળું છે અથવા આપને તંબાકુ કે દારૂની આદત છે કોઈ ભયંકર બીમારી છે કે જેથી તમે સ્ટીરોઈડ જેવી દવાઓ લો છો તો પણ તમને ઓસ્ટીઓપોરોસીસ થઇ શકે છે. પરંતુ આમાંનું કશું જ ન હોય તો તમને ઓસ્ટીઓપોરોસીસ ન થઇ શકે.
Answer: :: હા, સોફ્ટડ્રીંક , સોડા , કોકાકોલા કે જેમાં ફોસ્ફરસ અને ફોસ્ફેરિક એસીડ તથા કેફીન હોય છે તે હાડકાને નબળા બનાવે છે.
Answer: : હા, વજન ઉતારવાથી હાડકા પોચા થાય છે પરંતુ ડાયાબીટીસ અને મેડીકલ કંડીશનને લીધે વજન ઉતરવું જરૂરી છે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને હાડકાની માવજત કરી શકો છો.
( A ) કસરત રેગ્યુલર કરવી જેવી કે weight bering અને મસલ્સ સ્ત્રેન્થીંગ
(B) શક્ય હોય તો ખોરકમાં શાકભાજી અને ફળોમાં કેલ્શિયમ વધારે હોય તેનું ધ્યાન રાખવું. હાઈ પ્રોટીન ડાયટ કેટલીક વખતે કીડની નુકશાન કરે છે. માટે યોગ્ય લાગે તો વિટામીન ડી અને કેલ્શિયમની દવા લેવી જરૂરી છે.
(C) સ્ટ્રેસને લીધે આલ્કોહોલ અને તંબાકુનું સેવન ઓછું કરવું.
(D) તમારા વેઇટ લોસ પ્રોગ્રામ ગ્રેજ્યુઅલ અને સાયન્ટીફીક રાખવા સ્પેશીયાલીસ્ટનો સંપર્ક કરવો.
(E) તમે શક્ય હોય તો લો ટાર્ગેટ નક્કી કરો. તે માટે મોદ્રેત ગોળ રાખવો જરૂરી છે. ૧ મહિનામાં ૧૦ % બોડી વેઈતથી વધારે વજન ઉતારવાથી થાપાના ફ્રેકચર થવાની સંભાવના વધે છે. એટલે કે ૧૦૦ કી.ગ્રા. વાળા માણસ ઓછા સમયમાં ૧૦ કી.ગ્રા. વજન ઘટાડે તો થાપાના ફ્રેકચર થવાની સંભાવના વધુ છે. માટે દર મહીને ૫% થી વધુ Weight Loss નો ટાર્ગેટ ન રાખવો.
(J) જો યોગ્ય લાગે તો ટ્રીટમેન્ટ શરુ કરતા પહેલા DXA Scan કરાવી તમારા હાડકાની ઘનતા તપાસો જેથી કરીને ૬ મહિના પછી Weight Loss પ્રોગ્રામ પછી ફરીથી DXA Scan કરાવી લેવો.
Answer: : ના, જો આપ ધોનીની જેમ ૫ લીટર દૂધ પીતા હોવ, ખુબ સારી કસરત કરતા હોવ , એટલેકે ૧૫ થી ૨૦ કિલોમીટર દોડતા હોવ તો આ દૂધ પચી શકે છે આમ તમે તમારા હાડકાની ઘનતા વધારી શકો છો પરંતુ જો આપ માત્ર ૫ લિટર દૂધ લો અને યોગ્ય વ્યાયમ ન કરો તો તમારું શરીર વધી શકે છે હદયમાં કોલેસ્ટ્રોલ જમા થઇ શકે છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે.
Answer: :સામાન્ય રીતે હાડકાની ઘનતાની તપાસ ૫૦ વર્ષથી ઉપરના લોકોએ કરાવવી યોગ્ય છે પરંતુ જો આપના ફેમિલીમાં ઓસ્ટીઓપોરોસીસની સ્ટ્રોંગ હિસ્ટ્રી હોય તો આપ નાની ઉમરે પણ ડેક્ઝા સ્કેન કરી તમારા હાડકાની ઘનતા કેટલી છે તે તપાસી ચોક્કસ નક્કી કરી શકો છો કે જો આપના હાડકા સારા છે તો ગભરાવાની જરૂર નથી.
Answer: :કોફી કેલ્શિયમનું શોષણ ઘટાડે છે. ત્રણ કપથી વધારે કોફી હાડકાને નબળા બનાવે છે.
Answer: :ટોકુ સોયામિલ્ક પણ મળે છે તો તેનો ઉપયોગ કરવો. આ સિવાય અન્ય કેલ્શિયમ યુક્ત ખોરક લઇ શકો છો. ક્યાં ખોરાકમાં કેટલું કેલ્શિયમ છે આપને આ ચોપડીમાં જરૂરથી મળી શકશે.
Answer: :જો આપને છોકરાની ડીલીવરી દરમ્યાન તકલીફ ન થઇ હોય અને ડીલીવરી પછી દૂધ પૂરતા પ્રમાણમાં લીધું હોય , અને જો કોઈ અન્ય હોર્મોનની બીમારી ન હોય , ત્યાર પછી કોઈ બીજી મોટી બીમારી જેવી કે અસ્થમા ,કિડનીની બીમારી થઇ ન હોય તો તેમની જીવનશૈલી ઉપર સહેજ નજર રાખશો. શક્ય હોય તો તમારા છોકરાઓ સૂર્ય પ્રકાશમાં બહારની ગેમો રમે, જેવી કે ફૂટબોલ , ક્રિકેટ , વોલીબોલ , ટેનીસ , દોરડા કુદવા વગેરે તથા આખો દિવસ સ્ફૂર્તિમાં કામ કરે દરરોજ બે વખત દૂધ પીવે અને કેલ્શિયમ અને પ્રોટીન વાળો ખોરાક લે તો તેમની ઉચાઇ ચોક્કસ વધશે. બસો થી ત્રણસો દોરડા કુદે, સાયકલીંગ કરે તો ૧૨ થી ૧૫ વર્ષની અંદર ઉચાઇ વધવાનો એક તબક્કો આવતો હોય છે માટે આ સમય દરમ્યાન છોકરાઓ માત્ર ટીવી , કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ ન કરે અને બાહ્ય રમતો ઉપર ધ્યાન રાખે તો તેમની ઉચાઇ ચોક્કસ વધશે. આ ક્રિયા ૨૨ થી ૨૫ વર્ષ સુધી ચાલુ રાખવી યોગ્ય છે. જરૂર જણાય તો એન્ડોક્રાયનોલોજીસ્ટ ડોકટરની સલાહ લેવી.
Answer: :આપ તંદુરસ્તી જળવાય રહે તે માટે પૂરતા પ્રયત્નો કરો છો, સારું કેલ્શિયમ પણ લો છો, અને કસરત પણ કરો છો, પરંતુ જો તમારા શરીરના હાડકામાં નાની ઉમરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનો જથ્થો ન મળીયો હોય તો તમને આ ઉમરે હાડકા પોચા થવાની સંભાવના રહે છે. આનું નિરાકરણ BMD DXA Scan કરી આપે હાડકાની ઘનતા તપાસ કરાવી. જો T –Score -૧.૫ થી -૨.૫ ની વચ્ચે આવે તો ડોક્ટરની સલાહ પ્રમાણે બ્લડ ટેસ્ટ કરાવી યોગ્ય કેલ્શિયમની સ્પેશીયલ દવાઓ લઇ શકાય. મેનોપોઝ દરમ્યાન ઈસ્ત્રીજન લેવલ ઘટવાના લીધે હાડકાનું ધોવાણ શરૂઆતના ૪/૫ વર્ષ વધારે થાય છે. માટે તમને શરીરની નબળાઈના અનુભવો થતા હોય તેવું માની શકાય.જો આપનું T – Score સારો આવતો હોય તો આપને હાડકાની મોટી બીમારી નથી. તેમ ચોક્કસપણે કહી શકાય. વા કે અન્ય બીમારી છે તેની વધુ તપાસ કરાવી શકાય.
Answer: :હા ,વિટામીન D શરીરમાં કેલ્શિયમના સ્ત્રોત માટે ખુબજ જરૂરી છે. તે શરીર ની રોગપ્રગતિ કારક શક્તિ પણ વધારે છે.
Answer: :ના , જો પેટની તકલીફો હોય અથવા લેક્ટોજ ઇન ટોલરન્સ હોય તો આમ થઇ શકે છે. બાકી ધોની ૫ થી ૬ લીટર દૂધ પીવે છે. હા વધારે ચરબીવાળું દૂધ લેવાથી શરીર વધી શકે છે માટે ગાય નું દૂધ સારું..
Answer: :હા , હાડકા સજીવ અવયવ છે. તેમાં રોજ ચાલવાની કે કુદવાની ક્રિયાથી હાડકામાં વધારે કેલ્શિયમ જમા થતા સેલ ઓસ્ટીઓબ્લાસ્ટ રોજ એક્ટીવ થાય છે. અને હાડકાને મજબુત બનાવે છે.
Answer: :હા કે નાં. હા, પરંતુ જો આપડે પહેલેથીજ ખાસ ધ્યાન રાખીએ તો હાડકામાં વધારે કેલ્શિયમ જમા થાય અને સારી કસરત કરવાથી જ નાની ઉમરે જ પ્રયત્ન કરીએ તો ફાયદો થાય.
Answer: : હા, ૫ થી ૧૮ વર્ષ સુધી હાડકા ખુબ લાંબા વધતા હોય છે ૧૮ થી ૨૫ વર્ષ ના સમય માં સામાન્ય વધે છે. તો ૧૮ વર્ષ સુધી કેલ્શિયમ નો ખોરાક લઇ પોતાના હાડકા ની લંબાઈ વધારી શકાય છે.
Answer: : ના, સચિન તેંદુલકર ના હાડકા હજુ સુધી ઘસાયા નથી.
Answer: :હા, નખ અને દાંત માં કેલ્શિયમ વધારે હોય છે.તો કેલ્શિયમ ની ઉણપ થી હાડકા નબળા થઇ શકે
Answer: : ના, કેલ્શિયમ ની ગોળી દુધની બનેલી નથી હોતી પરંતુ તે જુદા જુદા ની બનેલી હોય છે.
Answer: :લગભગ ૨૫ થી ૩૦ વર્ષ સુધી હાડકામાં ઘનતાનો વધારો થતો હોય છે ત્યારપછી હાડકાનું કેલ્શિયમ વપરાય છે. અને ૪૫ થી ૫૦ પછી ઘટાડો થાય છે.
Answer: :૨૦ થી ૩૦ મિનીટ સવારમાં, ૦૯ થી ૦૩ સુધી બપોરે અને તેપણ પાતળા કપડા પહેરી અથવા લાંબા કપડા ન પહેરવા અને સન સ્કીન લોશન ન લગાડવું.
Answer: :મારી ઉમર ૧૪ વર્ષ ની છે હજુ વધારે ઉચાઇ વધી શકે તેમ છે .માટે શક્ય હોય તો ૪ થી ૫ વર્ષ સારો ખોરાક કઠોળ ,દૂધ , ચીજ , પનીર ,શાકભાજી ,વગેરે વધારે લેવા અને કસરતો કરવી જેમકે દોરડા કુદવા વગેરે.
Answer: :તમને ફ્રેકચર થવાની સંભાવના વધારે થઇ શકે . હા, પરંતુ જો રીપોર્ટ અલ્ટ્રાસાઉન્ડ ટેકનીક થી કરાય તો ફરીથી DXA માં ટેસ્ટ કરવો યોગ્ય છે. અને જરૂર પડે કેલ્શિયમ ઉપરાંત અન્ય અઠવાડિયાની , મહિનાની ૧ ગોળી કે ઇન્જેક્શન લેવું જરૂરી છે. આના અન્ય કારણો શોધશે ખરા.
Answer: :દરેક દવા યોગ્ય માત્ર માં જ લેવાય. પરંતુ ભૂલથી ૨ થી ૪ ગોળીઓ વધારે લેવાથી નુકશાન ન થાય.
Answer: :લાંબા સમય ઉભા પગે બેસવાથી ઘસારો થઇ શકે છે. ૬૦ મિનીટ થી વધારે બેસવાથી ઉભા પગે બેસીને કામ કરવાથી , કચરો વાળવાથી જેના હાડકા પોચા હોય તેને ઘસારો થઇ શકે પરંતુ જો નાની ઉમર ના છે દરરોજ કસરત કરે છે.તેમને જલ્દી ઘસારો થતો નથી.
Answer: :તે માટે તમારે કેલ્શિયમ નો ટેસ્ટ એટલે કે DXA સ્કેન કરવાવથી જ તમને ખબર પડશે કે તમારામાં કેટલું કેલ્શિયમ છે જાણી શકાય.
Answer: : હા, જરૂર પડે તો આપનો ખોરાક કેલ્શિયમવાળો વધારે લેવા નો પ્રયત્ન કરવો .અને તંબાકુ કે દારૂ નું વ્યાસન હોય કે સ્ટીરોઈડ ની દવા લેતા હોય તો હાડકા પોચા હોય છે. આવા સંજોગોમા DXA સ્કેન કરાવી જરૂર પડે ડોક્ટરની યોગ્ય સલાહ લેવી
Answer: : તે જન્મજાત બીમારી છે. તેમાં હાડકા પ્રોટીન બંને નો પ્રોબ્લેમ હોય છે. અવાર નવાર સામાન્ય ઈજા થી ફ્રેકચર છે. વારંવાર ઓપરેશન કરવા પડે છે. આવા દર્દીઓએ ખાસ કરીને ૧૮ થી ૨૦ વર્ષ સુધી શરીર ને ખુબ સાચવવું જોઈએ સ્કુલ ,બહાર જતા કે અન્ય કામ કરતા વાગે નહિ તેનું દયાન રાખવું આ બીમારી માટે હજુ કોઈ સચોટ દવા હાડકા મજબુત બનવાની શોધાય નથી.
Answer: :હા, હાડકામાં બોલ નાખીયા પછી ક્યારેક સામાન્ય દુખાવો રહેવા તે ઘણું સામાન્ય છે. લાંબો સમય બોલ ની આજુ બાજુ લગાવેલ સિમેન્ટ કુશ થઇ જાય છે. દુખાવો વધે છે. અને ફરી ઓપરેશન કરાવવું પડે છે. પરંતુ આવા દર્દીએ પહેલેથી DXA સ્કેન કરાવી વર્ષમાં આપતા ૧ ઇન્જેક્શન લેવું વધારે હિતાવહ છે.
Answer: :ડંડા પીણામાં કોઈપણ જાતની શરીર ને પ્રોટીન , કેલ્શિયમ જેવા તત્વો હોતા નથી. કેન્સર કરે, કિસની બગાડે , હાડકા પોચા કરે તેવા કેમિકલ આવે છે. દૂધ નથી ભાવતું તો વાંધો નથી આપ ફ્રેશ ઓરેન્જ , કેલા જ્યુસ ,પાઈનેપલ જ્યુસ ,બીટ નો રસ ,ગાજરનો રસ વગેરે લઇ શકો છો..
Answer: :ઉણપ હોય શકે.બેઠાળુ જીવનના લીધે કેલ્શિયમની ઉણપની સંભાવના વધારે .આપને મણકા ના ઘસારાની તકલીફ હોય શકે છે. અને વિટામીન B12 અને વિટામીન D ની ઉણપ હોય શકે છે.
Answer: :હા, સાંધા ઘસાઈ ને વાંકા વળી ગયા હોય તો અને દુખાવાનું પ્રમાણ વધારે હોય તો ઓપરેશન કરાવી શકો છે. તે પહેલા હાડકાની ઘનતા શકો છે. પોચા હોય તો તે પછી હાડકાની મજબૂતાઈ માટેજ લેટેસ્ટ વાળી દવાઓ આપી શકે છે.
Answer: :હા, કેલ્શિયમ દવાથી ઘણા કિસ્સામાં કબજિયાત થતી હોય છે. આવા સંજોગોમાં કેલ્શિયમ વધારે હોય તેવો ખોરાક પૂરતા પ્રમાણના જુદા જુદા પ્રકારના સોલ્ટ આવતા હોય .કેલ્શિયમ કાર્બોનેટ ,સાઈનેટ ,કેલ્શિયમ ફોસ્ફેટ , કેલ્શિયમ ,ગ્લુકોનેટ , નેચરલ કેલ્શિયમની દવાઓ આપ જરૂર પડે તો ખુબ જ ઓછી માત્રામાં શરુ કરો. થોડા દિવસ રાહ જોવા ને જરૂર તો થોડા ડોઝ વધારી શકો છો.
Answer: કેલ્શિયમ કાર્બોનેટ ,સાઈટેટ વધારે સારી ,તેનાથી પથરી ઓછી થાય છે. અને વધારે પ્રમાણમાં શોષાય છે.અને ખોરાક સાથે લેવાથી કબજિયાત નું પ્રમાણ ઓછું થાય છે. લાંબા સમય સુધી લેવા હિતાવહ છે. અન્ય કેલ્શિયમ ગોળીઓ કરતા તે મોઘી હોય છે.
Answer:આપે પણ કેલ્શિયમ તપાસ માટે હાડકામાં કેલ્શિયમ ઓછુ છે કે નહિ તે માટે DXA SCAN કરવો અને જરૂર પડે ડોક્ટરની સલાહ પ્રમાણે હાડકા પોચા છે. કે નહિ તે માટે અન્ય ટેસ્ટ કરવો . જો હાડકા પોચા હોય તો કેલ્શિયમની દવા લેવી જરૂરી છે. નાં હોય તો જરૂરી નથી.
Answer:પ્રશ્ન વ્યાજબી છે આપ ખુબ સજાગ છો .આપના જમાના પ્રમાણે છોકરાઓને બહારની ખાવાની ટેવ પડી ગઈ છે, તે વાત સાચી છે. પરંતુ આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શક્ય હોય તો આપ ઘરે બાજરીના રોટલા ઉપર સરસ મજાનું ચીજ લગાડી તેમાં સારા વેજીટેબલ નાખી તેના ટુકડા કરી કાપશો . તો મને ખાતરી છે કે તમારા બાળકોને આ નવી રેસીપી ગમશે. તેવી જ રીતે પાણી પૂરી માટે ઘઉં ,મકાઈ ના લોટની પૂરી બનાવી તેમાં મગ – ચણા અને વટાણા નાખી થોડી ચટપટી ચટણી અને તુલસી અને ફુદીના ના પાનમાંથી બનાવેલ પાણી ખવડાવવું. છતાય જો ના માને તો ખાસ આરગીમેન્ટ ન કરતા તેને હાડકાની મજબૂતી શા માટે જરૂરી છે. કેલ્શિયમ ડીપોઝીટ શા માટે જરૂરી છે. તેની સમજ આપવી અથવા જુદા જુદા આર્ટીકલ મળે છે. તે તેમને વાચવા આપવા. જેમાં કેલ્શિયમ વિશેની માહિતી હોય છે.
Answer:મેનોપોઝ થવાને કારણે હાડકા પોચા થવાની સંભાવના વધારે છે.માટે જરૂર પડે આપ હાડકામાં કેટલું કેલ્શિયમ છે. તે તપાસવા ડેક્ઝા સ્કેન કરાવી શકો છો. જો તેમાં તમારો રીપોર્ટ નોર્મલ આવે તો તમારે કોઈ સર્વરની જરૂર નથી. એટલે કે આપના T –SCORE -૨ થી વધારે હોય -૧.૫ એટલે તમારા હાડકા નાની ઉંમરથી મજબુત હતા. મેનોપોઝ પછી મજબુત છે. તમારે કોઈ કેલ્શિયમની સારવારની જરૂર નથી. જો રીપોર્ટમાં ડેક્ઝા સ્કેન ઓછું આવે તો ઓસ્ટીઓપોરોસીસ છે. તેવી સંભાવના -૨ થી પણ ઓછું આવે આપ સારવાર લેવી જ પડે. તેમાં પણ ઘણી દવાઓ શોધી છે. અઠવાડિયામાં લેવામાં આવતી ગોળી , મહિનામાં લેવામાં આવતી ગોળી , વર્ષમાં લેવામાં આવતું ઇન્જેક્શન.
Answer:ડાન્સ ખુબજ સારો. પણ એરોબિક ટાઈપનો ,ભાંગડા ડાન્સ ,કથક , ભારતનાટ્યમ સારા માત્ર હલવાનો ડાન્સ સારો નહિ.
Answer:હા, તમારા છોકરાઓ શરીરમાં કેલ્શિયમ ન હોય તો આમ થાય . મોટા ભાગે છોકરાઓ દૂધ , દહીં ,મગ,પનીર,ન ખાય અને અન્ય કઠોળમાં ન મળતો આમ બને છે. લીલી શાકભાજી પણ ખુબજ સારા તથા કસરતો જરૂરી છે. માત્ર ટીવી , કોમ્પ્યુટર ગેમ રમવાથી ફાયદો ન થાય.

Message....

We appreciate your concern for donating something.

Please spread the knowledge of bone health to your friends and relatives .

We are working for prevention of fractures (osteoporotic Fractures)
Primary prevention  is our main focus. Build your bones at young age and have a healthy fractures free bones for life time.

Dr Jatin Shah

DR Parul Shah