Answer : ટોકું સોયામિલ્ક જેમાં કેલ્શિયમ સારું હોય છે તો તેનો ઉપયોગ કરવો. આ સિવાય અન્ય કેલ્શિયમ યુક્ત ખોરાક જેવા કે મેથીની ભાજી , બીટ, કઠોળ વગેરે લઇ શકો છો
Answer : : આ વાત ખુબ જ ખોટી છે . અત્યારે આપે આ વાત સમજવી ખુબ જ જરૂરી છે. ૨૦ વર્ષ સુધી જ હાડકામાં કેલ્શિયમ જમા કરવાનું શક્યતાઓ વધારે છે આ સમય દરમિયાન આપ ખુબ જ સારા મજબુત હાડકા બનાવી શકો છો. ૨૦ વર્ષ પછી આપની ઉચાઇ પણ વધશે નહિ. અને હાડકાનો જલ્દી કેલ્શિયમ જમાં પણ નહિ થાય.આથી નાની છોકરા છોકરીઓએ ટીન્સને આપવાની સમજ નહિ હોય તો હાડકાની બેંકમાં બેલન્સ જમા નહિ કર્યું હોય તો પસ્તાવાનો વારો આવશે.
માટે જ છોકરાઓએ અને ટીન્સને મજબુત હાડકા બનાવવા માટે અને ઓસ્ટીઓપોરોસીસ ન થાય તે માટે ખુબ ધ્યાન રાખવું જોઈએ અને તેના માટે કેલ્શિયમ , વિટામીન ડી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ અને કસરત રોજ કરવી જોઈએ. નાની ઉમરમાં જે ધ્યાન રાખશો તો આખી જિંદગી દુ:ખી ન થવાય પરંતુ જો આજ ઉમરમાં સજાગતા ન રાખીએ તો આવનાર વર્ષોમાં હાડકાની તકલીફો થાય અને વારંવાર ડોક્ટર પાસે જવું પડે અને જીંદગી બોજ બની જાય.
Answer : ઉચાઇ વધારવા માટે જીનેટિક ફેક્ટર કામ કરે છે અને બીજું જીવન શૈલી કામ કરે છે.સૌથી પહેલા આપણા છોકરાની ડીલીવરી દરમ્યાન તકલીફ ન થઇ હોય અને જો કોઈ અન્ય હોર્મોનની બીમારી ન હોય , ત્યાર પછી કોઈ બીજી મોટી બીમારી જેવી કે અસ્થમા , કિડનીની બીમારી થઇ ન હોય તો તેમની જીવન શૈલી ઉપર સહેજ નજર રાખશો .શક્ય હોય તો તમારા છોકરાઓ સૂર્ય પ્રકાશમાં બહારની ગેમો રમે, જેવી કે ફૂટબોલ, ક્રિકેટ , વોલીબોલ, ટેનીસ , દોરડા કુળવા વગેરે તથા આખો દિવસ સ્ફૂર્તિમાં કામ કરે દરરોજ બે વખત દૂધ પીવે અને કેલ્શિયમ અને પ્રોટીન વાળો ખોરાક લે તો તેમની ઉચાઇ ચોક્ક્સ વધશે. બસો થી ત્રણસો દોરડા કુદે, સાયકલીંગ કરે તો ૧૨ થી ૧૫ વર્ષની અંદર ઉચાઇ વધવાનો એક તબક્કો આવતો હોય છે માટે ઉપર મુજબ કરવાથી તેમની ઉચાઇ અવશ્ય વધશે.
Answer : ના, નાના બાળકોને કેલ્શિયમની જરૂરિયાત વધારે હોય છે. કારણ કે તેમનો હાડકા વધતા હોય છે. માટે તેના માટે દયાન રાખવું જરૂરી છે.
Answer: મારી ઉમર ૧૪ વર્ષ ની છે તો હજુ વધારે ઉચાઇ વધી શકે તેમ છે .માટે શક્ય હોય તો ૪ થી ૫ વર્ષ સુધી સારો ખોરાક કઠોળ ,દૂધ , ચીજ , પનીર ,શાકભાજી ,વગેરે વધારે લેવા અને કસરતો કરવી જેમકે દોરડા કુદવા વગેરે .
Answer : લગભગ ૨૫ થી ૩૦ વર્ષ સુધી હાડકામાં ઘનતાનો વધારો થતો હોય છે ત્યારપછી હાડકાનું કેલ્શિયમ વપરાય છે. અને ૪૫ થી ૫૦ પછી ઘટાડો થાય છે.
Answer : જો આપનો ખોરાક અને કસરતો પુરતા પ્રમાણમાં હોય તો આપ ડૉ. ને બતાવી અન્ય બીમારી છે ક નહિ તે તપાસો પેટની બીમારી કે અન્ય બીમારી છે તે તપાસવું યોગ્ય છે .
Answer : હા, અત્યારેજ તમે ખુબ દયાન રાખશો તો જરૂરથી ઉચાઇ વધશે. અત્યારે દરરોજ ૨૦૦ થી ૩૦૦ દોરડા કુદવા ,ચાલવું, દોડવું, બાહ્ય રમતો, રોજ ૫૦૦ થી ૮૦૦ ગ્રામ રોજ દૂધ પીવું. ( મલાઈ વગર ) સારો કેલ્શિયમ હોય. શક્ય હોય તો કઠોળ , લીલા શાકભાજી, ખાવા સારા. એન્ડોકાઈનોલોજીસ્ટ ડોક્ટરની સલાહ લઇ જરૂરી તપાસો પણ કરવી જરૂરી છે અને યોગ્ય સારવાર પણ કરવી જરૂરી.